EK VICHAR - Gujarati Motivational Story | Stories in Gujarati

EK VICHAR - Gujarati Motivational Story | Stories in Gujarati :-  Best Motivational Story in Gujarati language. "Ek vichar" is the most popular Gujarati story with moral.

Stories in Gujarati
EK VICHAR - Gujarati Motivational Story | Stories in Gujarati


મારી રોજ ની દિનચર્યા પ્રમાણે હું અને મારો પૌત્ર બંને T.V ની સામે બેઠા હતા. અમે બંને આતુરતાથી ૦૮:૩૦ વાગવાની રાહ જોતા હતા. કારણ કે ત્યારે જ અમારા બંને નો "favourite" શૉ આવવાનો હતો.

હજી મનમાં વિચારતો જ હતો કે એક આદ ચા મળી જાય તો માજા આવી જાય ત્યાં જ મારી પુત્રવધુ એ મારુ મન વાંચી લીધું હોય તેમ મને ચા નું પૂછ્યું. ના પાડવાનો તો કાય પ્રશ્ન જ ન હતો એટલે હાજ પાડી.

ચા ની ચુસ્કીઓ સાથે હું તો T.V  માં શૉ જોવા મંડ્યો. ત્યાં એટલામાં જ ઘર ની ડોરબેલ વાગી. ડોરબેલ વાગ્યા ની સાથે જ મારો પૌત્ર દોડીને "પપ્પા આવ્યા" એમ કેહતો-કેહતો દરવાજો ખોલવા માટે ગયો પણ એના આશ્ચર્ય માટે ત્યાં તેના પપ્પા નહિ પણ "સફેદ કપડાં" માં એક માણસ ઉભો હતો અને એ કોઈ મોટા ને શોધતો હોય તેમ ઘર ની અંદર પોતાના ગરદન ની મદદથી જોવા મંડ્યો.

છેવટે એ બોલ્યો કે "દીનાનાથ પટેલ નું ઘર આ જ છે?"

મેં જવાબ માં કહ્યું "હા, આજ છે, બોલોને શું કામ છે?"

એ માણસ કહી કીધા વગર જ પાછો દરવાજા થી જ વરી ગયો થોડીક વાર તો મને આશ્ચર્ય થયું કે "આ માણસ શું નામ જાણવા માટે આવ્યો હશે?"

પણ એવું ન હતું તે પાછળ વરી ને એક મોટી કાર પાસે ગયો અને તે મોટી કાર નો દરવાજો  ખોલ્યો. ઘણી વાર બાદ એક માણસ તેમાંથી ઉતર્યો.
 
શું "personality" હતી એની બ્લેક કલર નું સૂટ, બ્લેક કલર ના બુટ, બ્લેક કલર ની ઘડિયાળ, મુખ એક્દુમ પ્રકાશિત,ભૂરી આંખો મને બ્લેક કલર ના ચશ્મા થી જોય રહી હતી, તેના હાથમાં એક સરસ ગુલદશતો હતો. તે જેમ જેમ તેની કાર થી મારા તરફ આગળ વધતો જતો તેમ-તેમ મારા અંદર ના પ્રશ્નો કુદકા મારવા  મંડ્યા.

 કે "આ આટલો ધનિક લાગતો માણસ મારી પાસે કેમ આવ્યો હશે?", "શું એને આ મારા પુરખોં નું ઘર ખરીદવું હશે".
 "ના ના એવું નહિ થવા દવ હું આ ઘર કોઈ ને નહિ વહેચું" હું મનમાં ને મનમાં જ વિચારવા લાગ્યો.

આખરે એ મારી પાસે પોહંચયો અને પોહંચતા ની સાથે જ મારા પગ સ્પર્શ કાર્ય. આ અજાણ્યા માણસ ના આ કૃત્ય થી મારા અંદર ના પ્રશ્નો નો ક્યાંય ઠેકાનો નો રહ્યો. હું કાય પૂછું એની પેહલા જ મને એને ગુલદશતો હાથ માં પકડાવી દીધો અને કીધું "તમને આટલા સમય થી શોધતો હતો પણ મને તમે આજે મળ્યા".
હવે તો મારા માથેથી પસીનો છૂટવા મંડ્યો ને હવે તો એને હું કાય પૂછી શકું એવી કોઈ હાલત માં જ નોતો.

હું બોલવાનો પ્રયત્ન જ કરી રહ્યો હતો ને એ પાછો બોલ્યો " ચાલો અંદર બેસી ને વાતો કરી"

મને પણ એની વાત બરાબર લાગી એટલે હું કાય પણ બોલ્યા વગર હાથ ના ઇસારા થી હું એને અંદર બોલાવતો હોય તેમ એને અંદર આવવાનો આગ્રહ કર્યો.

અંદર બેસતાની ની સાથે જ એ બોલ્યો "તમે મને નહિ ઓળખીયા?" ધીમા અવાજે બોલ્યો.

"ના, મને માફ કારસો પણ આપડે ક્યારેય ભેગા થયા છીએ?" હું એટલા જ આરામ થી બોલ્યો.

આ કેહતા ની સાથે જ એના મુખ પર એક સ્મિત આવ્યું અને કેહવા લાગ્યો કે હા "એક વાર ભેગા થયા છીએ"

આ માણસ જેમ જેમ બોલતો જતો હતો તેમ-તેમ મારા પ્રશ્નો વધતા જતા હતા.પરંતુ, પૂછવા કેમ એ સમજાતું ન હતું, એટલે છેવટે થોડીક હિમ્મત ઝૂંટવી મેં  પૂછ્યું "શું તમે મને યાદ અપાવી શકશો? કે આપડે ક્યારે ભેગા થયા હતા?"

એ ઘણા ઉદાર ભાવ થી બોલ્યો "શું કામ નહિ!" તમને ખબર છે આજથી દસ વર્ષ પેહલા તમે બસ સ્ટોપ પાસે ઉભા હતા અને તમારી બરોબર બાજુમા એક મેલા ઘેલા કપડાં પહેરેલો માણસ ઉભો હતો જેના હાથ માં એક બ્લેક કલર ની ફાઈલ હતી તે બહુ મૂંઝવણ માં હતો અને એને તમે બોલાવી ને સમય પૂછયો હતો ને એની સાથે તમે વાત કરતા જતા ત્યારે એ તમને તોછડાય થી જવાબ આપ્યો હતો, હવે કાયક યાદ આવ્યું?"

ઘણા વિચાર્યા બાદ મને યાદ આવ્યું કે હા એક દિવસે આવું બનેલું ખરા પણ તે મેલા ઘેલા માણસ થી આનો શું વાસ્તો હતો એ મને સમજાતું ન હતું.જેવું મને આ યાદ આવ્યું કે તરત જ હું બોલી ઉઠ્યો કે હા મને યાદ આવ્યું! પણ એ માણસ થી તમારો શું સંબંધ છે? અને તમને આ બધી વાત ની કેમ ખબર છે?"

"તે માણસ બીજો કોઈ નહિ હું જ છું"  મારા ઘરે આવેલા અજાણ્યા મહેમાને કહ્યું.

તેનું આટલું બોલવું હતું ને મારા આશ્ચર્ય નો કોઈ ઠેકાનો નો રહ્યો પેહલાથી જ આટલા બધા પ્રશ્નો મારા મગજ માં દોડી રહ્યા હતા ને હવે મારો મગજ બીજા પ્રશ્નો લેવાનું ઇન્કાર કરી રહ્યો હોય તેમ વર્તતું હતું.

મારાથી રેવાણું નહિ અને હું બોલી ઉઠ્યો કે "તમે ખોટું ના લગાડશો પણ મને વિશ્વાસ નથી આવતો કે એ માણસ તમે જ છો! કારણ કે એ માણસ પાસે તો સરખા ચપ્પલ પેહરવાના પણ રૂપિયા નોતા લાગતા. અને તમે તો ઘણા ખરા ધનિક લાગો છો."

"હા તમે ખરું કહો છો." એ થોડાક સ્મિત ની સાથે બોલ્યો "મારી પાસે ત્યારે ચપ્પલ ખરીદવાના પણ રૂપિયા ન હતા ને આજે જે કાય પણ છું એ તમારે લીધે જ છું"

આની આ વાત થી મને એક ઝોરદાર ઝાટકો લાગ્યો કારણ કે દસ વર્ષ પેહલા હું જે માણસ ને મળ્યો હતો એની સાથે મેં આશરે દસ મિનિટ જ વાત કરી હશે. અને આ દસ મિનિટ માં એવું મેં શું કર્યું હતું કે આ માણસ એના ધનિક બનવા પાછળ નો કારણ એ મને ગણાવી રહ્યો છે?.

મારુ તો આશ્ચર્ય ઠીક! મારા પૌત્ર ના સવાલો વધવા મંડ્યા એ કેહવા લાગ્યો "હે દાદા! એવું તમે શું કર્યું કે આ અંકલ ધનિક બની ગયા? હે દાદા કહો ને!"

હું તેના જવાબ દેવા માટે સક્ષમ ના હતો એટલે મેં જ એ આવેલા મેહમાન ને આગ્રહ કર્યો કે "તમે જ કહી દો"

એને બહુ પ્રેમ થી મારા પૌત્ર ને એની પાસે બોલાવ્યો, એને પોતાની બાજુમાં બેસાડ્યો અને વાત કરવાની ચાલુ કરી. એને કીધું કે
"કે બેટા આજથી દસ વર્ષ પેહલા મારી પાસે કહી ન હતું, નાતો કોઈ નોકરી હતી ના કોઈ ધંધો, હતું તો માત્ર મારા એક ને એક કપડાં ની જોડી, ફાટેલા ચપ્પલ, મારા બાપુજી એ આપેલી એક ઘડિયાળ અને ભગવાને આપેલો એક માત્ર ધંધા માટે નો વિચાર. હું તે આઈડિયા ને લય ને બધી બાજુ ફરતો કે ક્યારેક મારુ આ સપનું પૂરું થાય. પણ મને મારા પેહરવેશ ના આધાર પર ના પાડી દેવામાં આવતી હતી.પણ હું હાર માનું તેમ હતું નહિ એટલે હું ચારે બાજુ રખડતો અને એ ભગવાન થી પ્રાર્થના કરતો કે ભગવાન મારો એક માત્ર સાપનો પૂરો કરી આપે."

મારો પૌત્ર જેટલો આ વાત ને ધ્યાન થી સાંભળતો એના કરતા વધારે ધ્યાન થી હું સાંભળવા મંડ્યો છતાં એને વાતું ચાલુ રાખી.

"પણ બધા થી મને નિરાશા જ મળી આશરે છ મહિના વીતી ગયા પણ મને મારા ધંધા પર આગળ વધારવા વારા ના મળ્યા. એક દિવસ મને લાગ્યું કે હવે મારુ કહી નહિ થાય કારણ કે લોકો એવું માનતા કે મારા જેવા માણસ ને ધંધા નો વિચાર આવવો જ એક પાપ છે. મારા અંદર ની જેટલી પણ હકારાત્મકતા હતી એ બધી પાણી માં ધોવાય ગઈ એટલે મેં નક્કી કર્યું કે હવે વધારે રખડવા ને બદલે પોતાના ગામડે ચાલ્યું જવાય એટલે મેં મારો જેટલો સામાન હતો એ એક પોટલી માં વારી ને બસ સ્ટોપે ચાલ્યો ગયો અને ત્યાં નિરાશા ને સાથ લય ને ઉભો રહ્યો. થોડીક જ વાર થાય હતી કે એક બાપા જેવા એક બૂઢા વ્યક્તિ મારી પાસે આવી ને બરોબર બાજુ માં ઉભા રહ્યા. અને એમને વિનમ્રતા થી મને સમય પૂછ્યું પણ મારુ મન આ દુનિયા થી અને સારા માણસો થી ઉઠી ગયો હતો એટલે મેં એમને જવાબ આપવાની બદલે એમની સામે ગુસ્સે થી જોવા લાગ્યો અને બે કદમ દૂર જાય ને ઉભો રહ્યો."

તે આવેલા માણસ ની વાત તો ચાલુ જ હતી એટલામાં જ હું મારી જગ્યા એ થી ઉભો થાય ને મારા પૌત્ર બેઠો હતો ત્યાં આવીને બેસી ગયો. અને વાત સાંભળવાની ચાલુ જ રાખી.

એને વાત આગળ વધારતા કહ્યું "કે જેવો હું થોડોક દૂર ગયો કે એ બાપા મારી નજીક આવી ગયા ને કહ્યું કે ઓલી આટકોટ વારી બસ નકરી ગઈ કે કેમ? મારા થી હવે ન રહેવાનું અને મેં ગુસ્સા માં આવી ને એમને કહ્યું કે તમને ખબર નથી પડતી કે હું તમને જવાબ નથી આપી રહ્યો અને તમે મને વધારે પૂછી રહ્યા છો! મેહરબાની કરી ને મને એકલા મૂકી દો હું ઘણો નિરાશ છું."

"મારુ એટલું કેહવું હતું કે એ બાપા મારી સાવ બાજુ માં આવી ગયા કે "બેટા શું થયું છે? કેમ આટલો બધો નિરાશ છો?"

"પણ મેં અમને કઈ જવાબ ના આપ્યો બસ ખાલી ગુસ્સા થી એમને જોય રહ્યો અને મોઢું ફેરવી લીધું. જેવો હું બીજી તરફ ફર્યો ત્યાં જ મારા હાથમાં રહેલી ફાઈલ માંથી  એક કાગળ બહાર આવી ને પડ્યો ને એ બાપા એ કાગળ ક્યારે ઉપાડી લીધો તે ખબર ન પડિ."

એ માણસ નું આટલું બોલવું હતું ત્યાં જ મને ધીમે ધીમે બધું યાદ આવવા લાગ્યું. અને હવે મને મારા પ્રશ્નો ના જવાબ મળતા હોય તેવું લાગ્યું.

પણ એને વાત ચાલુ રાખી "એ બાપા થોડીક વાર પછી મારી પાસે આવ્યા અને કહ્યું કે
"ચિંતા ના કર તું જે વિચારસ એ થઈ જશે"
 એ બાપા નું એટલું બોલવું હતું ને હું ગદગદ થઈ ગયો છ મહિના થી હું એ ગામ માં રખડતો હતો આ શબ્દ સાંભળવા હું તરસી ગયો હતો અને મને આશ્ચર્ય થયું કે હું આ શબ્દ ત્યારે સાંભળું છું જયારે હું અહીંથી જવું છું! મારો ગુસ્સો થોડોક ઠંડો થયો મેં એ બાપા પાસેથી એ કાગળ લય ને મારી ફાટેલી ફાઈલ માં રાખતા રાખતા બોલ્યો કે "હવે, કાય નાય થઈ શકે, હું અહીંયા ઘણા સમય થી ફરું છું પણ મને સાથ દેવા વરો કોઈ મળ્યો નથી એટલે જ હું અહીંથી જાવ છું. એ બાપા કાય પણ બોલ્યા વગર મને મારા હાથ થી પકડી ને મને બેસાડ્યો અને બોલ્યા.

"દરેક ધંધા ની શરૂઆત માત્ર એક વિચાર થી જ થઈ છે. જેની પાસે વિચાર છે એ કાયક કરી સક્સે પણ જેની પાસે વિચાર જ નથી એ કેમ આગળ વધશે? તારી જેમ એક જુવાનિયા પાસે પણ વિચાર હતો ધંધા નો, પણ એ વિચાર ને આગળ વધારવા વારો કોઈ ના મળ્યું, પણ એના અને તારા માં માત્ર એટલો જ ફરક છે કે એને બે વર્ષ મેહનત કર્યા પછી એને એનો વિચાર સાકાર થતું હોય તેમ લાગ્યું." "બે વર્ષ" પાછું એ જોર થી બોલ્યા એટલા માં જ એમની આટકોટ વારી બસ આવી ગઈ ને એ ઉભા થઈ મારા ખંભા ઉપર હાથ મૂકી માત્ર એટલું કીધું "તને બે વર્ષ કરતા વધારે થઈ ગયા? એમને મારા દિલ પર હાથ મૂકી ને કીધું કે"થઈ જશે" અને ચાલ્યા ગયા.

એમની આ વાત મારા મન માં ઉતરી ગઈ અને એમની આ વાત ને કારણે જ હું ત્યાંથી પાછો ફરી ગયો ને અને મારા વિચાર ને સાકાર કરવાના પ્રયત્નો કરવા લાગ્યો ઘણા સમય બાદ મારા વિચાર ને સાકાર થતું જોવા લાગ્યો અને આજે અત્યારે અહીંયા છું."

આ બોલતો હતો ને એ અજાણ્યા શખ્સ ની આંખમાં થી આંસુ નાકરવા લાગ્યા અને એને મારા પૌત્ર ની આંખમાં આંખ નાખી ને કહ્યું કે "એ બાપા બીજું કોઈ નહિ તમારા દાદા હતા"

એટલું કેહવું હતું ને હું પણ થોડોક ગદગદ થઈ ગયો ને અને એવું લાગ્યું કે મારી આખમાં થી પણ આંસુ આવે છે.
મારો પૌત્ર આ બધું જોય કાય પણ ન બોલ્યો.
બસ આટલાની સાથે જ એ અજાણ્યો માણસ મને ભેટી પડ્યો અને ફરીથી મારા ચારણ સ્પર્શ કરી બોલ્યો કે "જો ત્યારે તમે નો હોત તો હું અત્યારે આ મુકામે નો હોત."
હું પણ એને ભેટી પડ્યો પછી થોડીક વાત કરી એ જવા માટે નિકર્યો અને દરવાજા પાસે પોહંચયો ને એને મને બાજુ માં બોલાવી ને પૂછ્યું કે "તમે જયારે તે માણસ ની વાત કરી હતી એ કોણ હતું?"

એનું આટલું પૂછવું તું કે હું હસી પડ્યો અને કહ્યું "એવું કોઈ હતું જ નહિ, મેં તો તને નિરાશા માંથી બહાર કાઢવા માટે એ વાત કીધી હતી"

એ હસવા લાગ્યો અને પોતાની ગરદન હા પડતો હોય તેમ ડોલાવી.

મેં પણ એને પૂછ્યું કે "તારુ નામ તો જણાતો જા"

એને બહુ આદર થી કહ્યું "મારુ નામ આલોક શર્મા છે"

આલોક શર્મા? ઘી આલોક શર્મા? "youngest , millionair in the world?"

એને હા પડિ અને કાર માં બેસી ને ચાલ્યો ગયો.


તે દિવસે મને બે વાત જાણવા મળી કે
૧) જેની પાસે વિચાર હશે એજ આગળ વધી સક્સે પછી એ વિચાર ને સાકાર કરતા ગમે તેટલો સમય લાગે.

૨) મજાક માં કીધેલી વાત પણ કોઈ માણસ ને કેટલી લાગી આવે એ આપણે ખબર નથી હોતી. એટલે કોઈ         માણસ ને ના પડતા પેહલા હજાર વાર વિચારી લેવું જોઇએ. એવું બની શકે કે આપડી એક હા થી સામે વારા     માણસ માં એક નવી ઉર્જા આવી શકે છે. એટલે માટે હંમેશા  કોઈ ને "તારા થી આ નાય થઈ શકે" એવું કેહવું     નહિ. એને હંમેશા હકારાત્મક જ વાત કરવી...

I hope you like the "EK VICHAR - Gujarati Motivational Story | Stories in Gujarati" Share it with them who really needs this motivation and also with your friends and relatives.