પિતા અને પુત્ર - BEST GUJARATI STORY WITH MORAL


BEST GUJARATI STORY WITH MORAL THAT WILL TEACH THE READERS GOOD POINTS OF LIFE IN NO TIME.
પિતા અને પુત્ર

BEST GUJARATI STORY WITH MORAL

રામપુર નામનું એક સરસ મજાનું રમણીય સૌંદર્ય ધરાવતું નાનકડું ગામ હતું. સૌ કોઈ રહેવાસી નાના-નાના વ્યવસાય ધરાવતા અને સુખેથી જીવન પસાર કરતા.

તે ગામમાં એક મૂર્તિકાર પણ રહેતો હતો, જ ખરેખર આંખોને ઠંડક પહોંચાડે તેવી સરસ મૂર્તિઓ બનાવતો. તેની મૂર્તિ માં ભૂલ શોધવી અઘરી પડે. ગામમાં તેની સારી છાપ હતી. સરસ મજાની ભગવાન ની મૂર્તિઓ કંડારતો અને જીવન ગુજરાન ચલાવતો.

તેને એક દીકરો હતો, તે પણ જેમ જેમ મોટો થતો ગયો મૂર્તિઓ બનાવવામાં માહિર થતો ગયો અને તેની મૂર્તિઓ તેના પિતા કરતા પણ સરસ બનતી ગઈ. પણ જયારે પણ તે મૂર્તિ બનાવતો ત્યારે તેના પિતા તેમાં કંઇક ભૂલ શોધી તેને જણાવતા અને તે પણ પિતાની વાત મણિ તેને સુધારતો.

એક વખત એવો આવ્યો કે પિતાની મૂર્તિ કરતા દીકરાની મૂર્તિના પૈસા વધારે આવવા લાગ્યા. અને મનોમન પિતા પણ ગર્વ અનુભવતા કે,"મારી દીકરો મારા કરતા પણ સારો મૂર્તિકાર બન્યો." પણ તે વાત એના દીકરાને કદી કરતા નહિ, તે જયારે પણ મૂર્તિ બનાવે, તેમાં ભૂલ શોધતા અને જણાવતા.

એક દિવસ દિવસ દીકરાની ધીરજ ખૂટી ને પિતાને કહ્યું, "તમને ક્યાં મારા જેવી અદભુત મૂર્તિ બનાવતા આવડે છે. મારી મૂર્તિ ના વધારે પૈસા આવે છે, હું મૂર્તિ નો મહાન કારીગર બની ગયો છું, હવે તમે એમાં ભૂલ શોધી ના શકો. પિતાએ ભૂલો શોધી જણાવવાનું બંધ કર્યું.

પુત્ર મૂર્તિઓ બનાવતો ગયો અને વેચતો ગયો આમ ને આમ છ મહિના વીત્યા અને ધીમે ધીમે તેની મૂર્તિઓનો ભાવ ઘટતો ગયો પુત્ર ને કૌ સમજાતું ન હતું તે તેના પિતા પાસે ગયો, અને સઘળી હકીકત જણાવી પિતા ધ્યાનથી પુરી વાત સાંભળતા હતા અને જાણે એમને ખબર જ હોય આવું કંઇક બનવાનું છે, એવી રીતે પુત્ર એ પૂછ્યું, તમને એવી ખબર હતી કે, તો મને પેહલા કેમ ન સમજાવ્યું, પિતા એ કહ્યું, "મને ખબર જ હતી, પણ તું સમજવા તૈયાર ન હતો," "હું પણ આ સમયગાળા થી પસાર થયો છું."

પુત્ર એ પૂછયાય,"તો હવે હું શું કરું?" પિતાએ કહ્યું, હંમેશા પોતાના કામને વધારે સારું બનાવવાની પ્રયત્ન કરો, હંમેશા તેમાં ભૂલો શોધો અને સુધારો તો ક્યારેય પણ તમારા કામને કોઈ ના પસંદ નહિ કરે. હંમેશા પોતાના કામથી અસંતુષ્ટ રહો તેથી બીજા આપણા કામથી સંતુષ્ટ થશે.

હંમેશા આપડા કરતા ઉંમરના મોટા અને અનુભવી વ્યક્તિ ની સલાહ લો અને માનો.