નિશા અને ફોન - BEST HORROR STORY IN GUJARATI


BEST HORROR SHORT STORY IN GUJARATI. READ IT AND SHARE WITH YOUR FRIENDS.

નિશા અને ફોન

BEST HORROR STORY IN GUJARATIએક હોસ્ટેલ માં બે ફ્રેન્ડ રહેતી હતી.એક નું નામ રોશેલ અને બીજી નું નામ નિશા હતું. બંને સાથે જ નોકરી કરતી હતી.બંને રોજ ભેગી થઈ ને સિટી બસ ના માધ્યમ થી પોતાના નોકરી ના સ્થળે પોહંચતી.

રોજ ની જેમ બંને બેહનપણીઓ સિટી બસ સ્ટોપ પર બેઠી હતી. અને વાત ચીતું કરતી હતી. ત્યાં જ એક છોકરો આવે છે.નિશા ના હાથ માં કી પેડ વારો ફોને જોય ને કહે છે "બેહન તમારે આ સ્માર્ટફોને ખરીદવું છે? બહુ માસ્ટ છે મેં બેજ મહિના ચલાવ્યો છે અને ફક્ત ૧૫૦૦ રૂપિયા માં જ તમને આપું છું."

નિશા તો કાય ના બોલી પણ રોશેલ બોલી ઉઠી "કેમ ભાઈ, એટલો સારો ફોન માત્ર ૧૫૦૦ રૂપિયા માં કેમ વેહનચો છો? સુ અમને પાગલ સમજો છો? ચાલ્યા જાવ અહીંથી."

"અરે ના ના મને બહુ પૈસા ની જરૂર છે, એટલે આ ફોન સસ્તા માં વેહંચુ છું, અગર ફોન ની જગ્યા એ મારી પાસે બીજું કાય હોત તો હું એ પણ વેહચી ડેટ, પણ અત્યારે મારી પાસે માત્ર આ ફોન છે! અને તમે જયારે ચિંતા ના કરો આ ફોન એક દમ ઓરિજિનલ છે. તમે મારી વાત સમજો મને પૈસા ની બહુ જરૂર છે." છોકરો ઘણા ઉદાર ભાવ થી બોલ્યો.

રોશેલ થોડીક વાર તો તે છોકરાને નીચે થી ઉપર સુધી જોતી રહી પછી તે નિશા ને સાઈડ માં લઈ જાય ને એના કાં માં કહે છે "જો નિશા ઓમેય તારે આ મહિને ફોન તો લેવાનો જ હતો, તો આ જ લઈ લે ને અને બિચારા ને પૈસા ની પણ જરૂર છે, અને ફોન પણ સારો છે, એક દમ લેટેસ્ટ છે."

નિશા એ થોડીક વાર વિચાર્યું અને ધીમા અવાજે બોલી"પણ પછી કાય થશે થયો"

રોશેલ એ કીધું"કાય નાય થઈ, જોવ માં તો એ છોકરો સાચો લાગે છે, કાય નાય થઈ લઈ લે ફોન આવા મોકા રોજ-રોજ ના મળે"

નિશા એ રોશેલ ની વાત માની લીધી અને તે ફોને ૧૫૦૦ રૂપિયા માં લઈ લીધો.

ઘણા દિવસો વીતી ગયા એ ફોન પણ સરખો ચાલવા લાગ્યો. નિશા પણ ઘણી ખુશ હતી અને રોશેલ પણ.

એક પૂનમ ની રાત્રે નિશા અને રોશેલ બંને સુતા હતા. ત્યાં જ નિશા ના કાં માં કોઈ શ્વાશ લેતું હોય તેવો અવાજ આવવા લાગ્યો "સહહહહ.....સહહહહ..." નિશા તરત જ ઉભી થઈ ગઈ એને આજુ બાજુ માં જોયું પણ કોઈ ના હતું.

એ પછી સુઈ ગઈ અને થોડીક જ વાર બાદ અચાનક કોઈ વસ્તુ ધ્રૂજતી હોય તેવું લાગ્યું. નિશા તરત જ ઉભી થઈ ને જોયું તો તેનો ફોન જે લાકડાની ટીપાય પર પડ્યો હતો તે ઉછાળ્યા મારતો હતો.

નિશા ડરી ગઈ ને જલ્દી થી રોશેલ ને ઉઠાવવા લાગી. રોશેલ આરામ થી ઉઠી અને બોલી"શું... થયું... છે...?કેમ.. આટલું હે...હે કરસ?

નિશા ડરેલી હતી એટલે એને માત્ર પોતાના હાથ ના ઇસારા થી ફોન દેખાડ્યું.રોશેલ તે જોય ને ઘણી આશ્ચર્ય માં આવી કે ફોને ટીપાય પર પડ્યો છે.

રોશેલ એ કીધું "શું? છે કાય તો નથી શું ડરશ?
નિશા એ બાંધી વાત કરી.

ઘણી વાર બાદ રોશેલ બોલી " કાય નથી ખાલી ખરાબ સપનું છે, તું ઉભીરે હું પાણી લઈ ને આવું"

આટલું કહી રોશેલ પાણી લઈ ને આવી ત્યાં જ જોવે છે કે નિશા ના હાથ પેલો ફોન હતો અને નિશા ની બંને આખો માંથી લોહી નીકળતું હતું, જોત જોતા માં જ નિશા ફોન ની અંદર ખેંચાય ગઈ, અને ફોને પણ ગાયબ થઈ ગયો, આ બધું જોય ને રોશેલ પ્પણ બેહોશ થઈ ગઈ.

તે દિવસ બાદ ના નિશા નો કોઈ પાટો લાગ્યો ના પેલા ફોન નો.

રોશેલ પણ બધું ભુલાવી ચુકી હતી, એક દિવસે તે સિટી બસ સ્ટોપ એ બેસી હતી, અચાનક જ એને નિશા ને જોય, નિશા કોઈ ભાઈ પાસે ઉભી હતી, નિશા ની હાલત ખરાબ લગતી હતી,નિશા એ પેલા માણસ પાસેથી કાય લીધું અને એની હાથ માં રહેલું બોક્સ તે માણસ ને આપી દીધું, ને ચાલવા મંડી.

રોશેલ તેની પાછળ દોડી પણ નિશા તો થોઈડક જ વાર માં ગાયબ થઈ ગઈ.

રોશેલ તે ભાઈ પાસે ગઈ અને એને કીધું "ઓલા બેહને તમને શું આપ્યું?"

એ ભાઈ બોલ્યા "આ ફોન આપી ગયા બેહન, બહુ સારા હતા એમને પૈસા ની જરૂર હતી ને મને આ ફોને ૧૨૦૦ માં જ આપી ગયા ને મેં આ ફોન લઈ લીધું"

રોશેલ બધું સમજી ગઈ તેને એક જ ઝટકા માં તે ભાઈ પાસેથી ફોન લઈ લીધું અને જોર થી જમીન પર પછાડ્યું અને એ ફોન ને તોડી નાખ્યું......