પ્રયત્ન -BEST MOTIVATIONAL STORY IN GUJARATI


BEST MOTIVATIONAL STORY IN GUJARATI. READ IT AND SHARE WITH YOUR FRIENDS.


પ્રયત્ન

BEST MOTIVATIONAL STORY IN GUJARATI
એક દિવસે હું અને મારા બે મિત્રો સિટી બસ થી જતા હતા. ગરમી નો મૌસમ હતો.
સિટી બસ એક પછી એક સ્ટોપ પર ઉભા રહી પાસસેન્જર ને ચઢાવતી ને ઉતારતી હતી.
અમે બધા અમારા સ્માર્ટફોન માં હતા.

ત્યાં જ મારુ ધ્યાન મારી સામેની સીટ પર બેઠેલા માણસ પર ગયું. એને જોય ને જ મારા મોઢામાં આંગણા આવી ગયા હતા. કારણ કે એ બીજું કોઈ નહિ પણ "ઘી આશ્લોક વર્મા" હતા. એ "આશ્લોક વર્મા" જેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની પરીક્ષા માં આખા ભારત માં પ્રથમ આવ્યા હતા.

મને એમના બારામાં ખબર હતી એટલે હું જરા પણ સમય વિતાવ્યા વગર એમની બાજુની ખાલી સીટ પર બેસવા ગયો.
ઘણા ઉદાર અને ધીમા અવાજે હું બોલ્યો "સર,હું અહીં બેસી શકું છું?"

થોડીક સ્મિત આપી એ બોલ્યા "યેસ, ઓફ કોર્સ, બેસો"

હું જઈને બેઠો અને કહ્યું "સર, તમે આશ્લોક વર્મા છો ને? સર, i am your big fan "

એ હસવા લાગ્યા અને બોલ્યા "હા! હું જ આશ્લોક વર્મા છું"

મેં બોલવાનું ચાલુ રાખ્યું "સર, તમે મારા આઇડલ છો મેં તમારા વિષે ઘણું સાંભળ્યું છે કે તમે કેવી રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની તૈયારી કરી અને કેમ ભારત માં પ્રથમ આવ્યા, એ પણ એવી પરીક્ષા માં જેમાં ખાલી પાસ થવું જ અઘરું છે."

એ ધ્યાન થી મારી વાત સાંભળતા હતા. અને જરૂર પડે ત્યારે હસતા અને ડોકું હલાવતા.

મારી વાતતો ચાલુ જ હતી, "સર, મારે તમારી જેમ આખા ભારત માં પ્રથમ આવવું હતું, પણ મારા નશીબ માં ન હતું"

એ મને અટકાવી ને બોલ્યા "નશીબ માં ન હતું મતલબ?"

મેં કીધું "હવે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની તૈયારી મૂકી દીધી છે!"

એ તરત જ બોલી ઉઠ્યા "કેમ?"

"લગાતાર ત્રણ પરીક્ષા માં હું ફાઈલ થયો હતો. એટલે મેં મૂકી દીધું અને હવે બી .કોમ ચાલુ છે."

થોડીક વાર એમને મારી સૌ જોયું ત્યાં જ કન્ડક્ટર બોલ્યા "ચાલો, આર્યસમાજ વારા આવતા રેજો!"
એ ઉભા થયા અને હસ્યાં અને બોલ્યા જે આજ સુધી નથી ભૂલી શક્યો "ત્રણ વાર ફાઈલ થયો એમ? તને ખબર છે હું જયારે ભારત માં પ્રથમ આવ્યો ત્યારે હું નવ વાર ફાઈલ થઈ ચુક્યો હતો."

આટલું બોલી મારી સામે હસી ને ચાલ્યા ગયા અને થોડામાં ઘણું કહી ગયા. અને એમના એ વાક્ય ને કારણે અત્યારે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની તૈયારી કરું છું.