રેહમાન ની ઈદ - BEST SHORT STORY IN GUJARATI


BEST SHORT STORY IN GUJARATI. READ IT AND SHARE IT WITH YOUR FRIENDS.


રેહમાન ની ઈદ


BEST SHORT STORY IN GUJARATI
રેહમાન જે દિવસ ની રાહ જોતો હતો એ દિવસ આવી ગયો હતો "ઈદ નો દિવસ"

રમજાન ઈદ એ એવી ઈદ નો દિવસ છે કે જેના માટે આ ધરતી ઉપર રહેલા તમામ મુસલમાનો આતુરતાથી રાહ જોતા હોય છે.
એ વાત અલગ હોય છે કે બધાની રાહ જોવાની વજહ અલગ-અલગ હોય છે.

મોટા માણસો તમામ સાગા-સંબંધીઓ ને મળવા અને ઉપેરવાળા પાસે દુઆએ મંજુર કરાવવા માટે, નાની છોકરીયો નવા-નવા કપડાં પેહરવા અને તૈયાર થવા જયારે તમામ છોકરાઓ "ઈદી" માટે રાહ જોતા હોય છે.

રેહમાન સાત વર્ષ નો નેનો છોકરો છે. રેહમાન ઈદ ની ઘણા દિવસો થી રાહ જોતો હતો એને મૂળ તો બધા મોટાઓથી ઈદી લેવામાં રસ હતો.

આખરે એ દિવસ આવી ગયો હતો. રેહમાન ઈદ ના દિવસે સવારે વેહલા ઉઠીને નહાય છે. બધું કામ કરી પોતાના પપ્પ સાથે ઈદ ની નમાઝ પઢવા જાય છે.
નમાઝ પેઢી ને આંબી મીઠી સેવૈયા ખાય છે. અને પછી નવા-નવા કપડાં પેહરી ને એ ઘરના બધા મોટાઓ પાસે જયને ઈદી માંગે છે. ઈદી માંગતો શું ઉઘરાવતો હોય તેવું લાગે છે.

બધા મોટાઓ પાસેથી ઈદી લઈને તે એક સોફા પર એકલો બેસી ને પૈસા ગણવા માંડે છે. ઘણી વાર વારંવાર ગણ્યા બાદ એ ઉછાળતો-ઉછાળતો કહે છે.

"મને ૨૦૦ રૂપિયા ઈદ ના મળ્યા""હું ઉસ્માન અને આવેશ ને કહીશ, એમને મારા કરતા વધારે નહિ મળ્યા હોય જોજો"

એ બધા પૈસા ભેગા કરી ને શર્ટ ના ઉપરના ખિસ્સામાં રાખે છે. અને પોતાના ભાઈ-બેહન સાથે બહાર ફરવા નીકળી જાય છે.

બહાર ફરતા જ હતા કે ત્યાં તેમની પાસે એક ભિખારી આવે છે અને પૈસા માંગે છે. પણ બધા એને ના પડી દે છે અને એ ભિખારી આગળ વારી જાય છે. ત્યાં જ રેહમાન જોવે છે કે તે ભિખારી ની સાથે-સાથે એક છોકરો પણ હોય છે. જે લાગતો હતો રેહમાન ની જ ઉંમર નો પણ તેના કપડાં મેલા-ઘેલા હાટ. માથે એક સફેદ કલર ની ટોપી પેહરી હતી.

જોવા માં તે છોકરો પેલા ભિખારી નો હોય તેવું લાગતું હતું.

અચાનક જ રેહમાન ને શું વિચાર આવે છે કે તે પેલા નાના છોકરા પાસે જાય છે એના ખંભા પર હાથ મૂકીને પોતાના ખિસ્સામાં રહેલા ૨૦૦ રૂપિયા માં થી ૧૦૦ રૂપિયા છોકરાના મેલા-ઘેલા ઝભ્ભા ના ખિસ્સા માં નાખી એને કાં માં કહે છે."ઈદ મુબારક"

સાચે કોઈ ને "ઈદ" નો સાચો અર્થ સમજાવવો હોય તો તેને રેહમાન પાસેથી શીખવું પડે.

"ઈદ" એટલે બીજા ને ખુશ કરવાનો તહેવાર.