અહીં નું અહીં જ - BEST GUJARATI STORY WITH MORAL


BEST STORIES IN GUJARATI LANGUAGE- BEST GUJARATI STORY WITH MORAL

અહીં નું અહીં જ 

BEST SHORT STORIES


એક દિવસ હું અને મારો દાસ વર્ષ નો દીકરો બંને દવાખાને ગયા હતા.
દવાખાને જવાનું કારણ મારા ફઈ ના દીકરા ની ખબર કાઢવા માટે ગયા હતા. તેનું અકસ્માત થઈ ગયું હતું. અને ભગવાન ની દયા થી હવે સારું હતું.એટલે હું અને મારો દીકરો બંને દવાખાને જવા માટે નીકળી પડ્યા.

અમે દવાખાને પોહંચયા થોડી વાર પૂછતાછ કર્યા બાદ ખબર પડી કે મારા ફઈ ના દીકરા ને હવે I .C .U ની બદલે જનરલ વોર્ડ માં ફેરવી લીધું છે. મન માં "હાશ" અનુભવ્યું અને જનરલ વોર્ડ તરફ આગળ વધ્યા.

સાચે કહું છું કે અગર આ દુનિયા ને સમજવી હોય તો દવાખાના નું અનુભવ લેવું અનિવાર્ય છે.સુખ શું છે? દુઃખ શું છે? સાથ શું છે? એ બધું તમને દવાખાના માં અનુભવ થઈ જાય. અને મારા દીકરા ને દવાખાના નું અનુભવ કરવું એજ મુખ્ય કારણ હતું.

મારો દીકરો બધું જોતો હતો હું પણ કહી બોલ્યો નહિ અને ધીમે-ધીમે જનરલ વોર્ડ માં પોહંચયા ત્યાં મને પેહલી નજરે જ  મારા ફઈ નો દીકરો દેખાય ગયો એના ખબર કાઢ્યા બાદ અમે બાપ-દીકરા ઘરે પાછા જવા માટે નીકળ્યા.

ઘરે જવા માટે હજી મેન દરવાજે પોહંચયા જ હતા કે "પાંચ-છ" માણસ નું ટોળું કોઈ દર્દીને પાટિયા પર લેટાડી ને જલ્દી માં આવતા હતા. આ બધું જોય ને દવાખાના ના દરવાજા પાસે ઉભેલા લોકો પણ તેમના માટે પાથ બનાવવા મંડ્યા. હું પણ બાજુ માં ખાંસી ગયો. મારી ગરદન ની મદદથી હું તે દર્દી ને જોવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને હું સફળ રહ્યો.

પણ તેનું મુખ જોય ને હું આશ્ચર્યચકિત થઈ ગયો તે દર્દી બીજું કોઈ નહિ પણ એક જમાના નો મારો પાકો મિત્ર "કાનજી" હતો કાનજી ના મોઢા માંથી ઝાંખ જેવું કાયક નીકળતું હતું.તે લોકો કાનજી ને જે બાજુએ લઈ ગયા ત્યાં હું પણ તેમની પાછળ ચાલ્યો ગયો.

ડૉક્ટર કાનજી ને I .C .U માં લઈ ગયા હું આ બધું જોતો હતો થોડીક વાર બાદ હું હિમ્મત ઝૂંટવી ને આગળ વધ્યો અને તે માણસો માંથી એક ને પૂછ્યું કે "શું થયું છે?"

એને જવાબ માં કહ્યું "ખબર નથી, પણ સવારે દૂધ પીધું હતું ત્યાર બાદ થી મોઢા માંથી ઝાંખ નિખારવા લાગ્યા બસ આના બાદ થી અમે એમને અહીં લાવ્યા"

આ સાંભળી મને બહુ મોટો ઝાટકો લાગ્યો પણ હું કે બોલ્યો નહિ અને એ માણસ ના ખંભા પર બે હાથ મારી એને ઇસારા થી મારી સહાનુભૂતિ દેખાડતો હોવ તેમ કર્યું અને ચાલવા મંડ્યો.

અમે બંને બાપ-દીકરા ચાલતા-ચાલતા એક બગીચા પાસે પોહંચયા. બેઠક પર બેઠા, દોડીને હું મારા દીકરા માટે ઇસ-ક્રીમ લઈ આવ્યો અને એને આપી.

થોડીક વાર બાદ હું બોલ્યો "બેટા તને ખબર છે! એ દર્દી કોણ હતો?"

મારા દીકરા એ ઇસારા થી ના પાડી અને આયસ  ક્રીમ ખાવા લાગ્યો.

"એ મારો મિત્ર કાનજી હતો"હું બોલ્યો "પણ હવે એ મારો મિત્ર નથી ઘણા સમય પેહલા અમે બંને એ એક દૂધ નો ધંધો કરેલો. એ ધંધો ખુબ ચાલ્યો અમે બંને ખુશ હતા પણ એક વાર મને ખબર પાડી કે કાનજી મને પૂછ્યા વગર અમારા દૂધ માં ચેમિસાલે નાખી ને વેહનચે છે. જેવી મને આ વાત ની ખબર પાડી કે હું  તરત જ એ ધંધા માંથી બહાર નીકળી ગયો એને પણ ધીમે-ધીમે ધંધો મૂકી દીધો અને નોકરી કરવા લાગ્યો."

"પણ આજે મને ખબર પાડી ગઈ ભગવાન અહીં નું કરેલું અહીં જ આપી દે છે"

કાનજી પણ દૂધ ના હિસાબે જ બીમાર પડ્યો. અને એટલો બીમાર પડ્યો કે એની આ હાલત થઈ ગઈ.
તેટલા માટે આપડા થી જાણ-અજાણતા કોઈ પણ ને કાય પણ નુકશાન થયું હોય તો ભગવાન એની વળતર અહીં જ આપે છે.

આપડે કોઈ ને સુખ ના આપી સકતા હોય તો કોઈ ને દુઃખ પણ આપવું ના જોય એ.