"ના" ની દીવાર - GUJARATI MOTIVATIONAL STORY


THIS GUJARATI STORY PROVIDE YOU THE MOTIVATION AND GIVES YOU THE MORAL FROM IT. PLEASE READ FULL STORY.

"ના" ની દીવાર

GUJARATI MOTIVATIONAL STORY.

એક દિવસ ની વાત છે જયારે ધંધા-રોજગાર માટે લોન લેવાની સગવડ નવી આવી હતી.

મને પણ કોકે આનો પરિચય કરાવ્યો એટલે હું પણ લોન લેવા નીકળી પડ્યો.

નીકળતો નીકળતો વિચારતો જ હતો કે એક વાર જો મને આ લોન મળી જાય ને તો હું મારા સપના સાકાર કરી શકું.
વિચારતો-વિચારતો હું એક વાડી માં પહોંચ્યો જ્યાં લોન લેવા માટે ઇચ્છુક બધા યુવાનો ને બોલાવવામાં આવ્યા હતા. લોન લેવા માટે બધા ને વારા ફરતી પોતાના ધંધાનો વિચાર મોટા અધિકારીઓ ને સમજાવવાનો હતો. અને જેનો વિચાર શ્રેષ્ઠ લાગે તેમને-તેમને લોન આપવાની હતી.

વિચાર અધિકારીઓ ને સમજાવવા માટે ટોકન આપવામાં આવ્યા. મને હાજી યાદ છે મને "૧૫૦" no. નો ટોકન મળેલો અને હું એને લાય ને લાંબી લાઈન માં લાગી ગયો.

તે વાડી નું અગર કોઈ વિશ્લેષણ કરે તો ખબર પડે કે ત્યાં કોઈ નું અંતિમ સંસ્કાર ચાલુ છે. કારણ કે તે વાડી માં આટલા લોકો હોવા છતાં જરા પણ અવાજ ના હતો. બધા લોકો ના મોઢા પરથી સ્પષ્ટ જોવા મળતું કે તેઓ કોઈ મોટી પરેશાની માં હતા. અને શું કામ ના હોય ધંધા માટે લોન લેવી એ બધાની ઈચ્છા હતી ને આ ઈચ્છા પુરી કરવા અધિકારીઓ ને મનાવવા જરૂરી હતા. એટલે બધા શાંત થાય ને પોતાના મનની અંદરજ બોલવાની અને સમજાવવાની પ્રેકટીસ કરતા હોય તેવું લાગતું હતું.

સિવાય એક યુવાન ને. તે જોર જોર થી હસતો હતો તેની પાસે એક જોક્સ ની બુક હતી તેમાં તે જોક્સ વાંચી વાંચી ને હસતો હતો. જયારે પણ એ હસતો વાડી માં રહેલા બધા માણસો તેની તરફ કતરાય ને જોવા લગતા પણ એનું ધ્યાન એ તરફ હતું જ નહિ. એ પોતાની મસ્તી માં જ હતો મને પણ પેહલા લાગ્યું કે આ માણસ ને લોન નહિ લેવી  હોય એ માત્ર એમનેમ બેઠો હશે.

આખરે હું મારુ ધ્યાન તેના પરથી હટાવી મારા ધંધા પાર લાવ્યું અને વિચારવા લાગ્યો ધીમે-ધીમે સમય જતા બધા અધિકારીઓ પાસે જવા લાગ્યા.

એ વાત અલગ છે કે જેમ-જેમ બધા બહાર આવતા તેમના મોઢા પડેલા હતા. તેમના મુખ પરથી એ સ્પષ્ટ જોય શકાતું કે એમને લોન માટે મંજૂરી નથી મળી. આ બધું જોય ને હું વધારે ગભરાય ગયો અને કોઈ હસતો ચેહરો બહાર આવે એની શોધ માં રહ્યો.

ઘણા સમય બાદ એક હસતો ચેહરો બહાર આવ્યો. પણ મારા આશ્ચર્ય માટે તે બીજું કોઈ નહિ પણ પેલો માણસ હતો જે જોક્સ ની બુક વાંચી ને હસતો હતો. મને નવાય લાગી કે આ માણસ ની કેમ લોન પાસ થઈ ગઈ હશે?
હું એની પાસે ગયો અને હસતો મોઢે પૂછ્યું "અભિનંદન તમને, તમારી લોન પાસ થાય ગે!"

એને હસતા-હસતા કહ્યું "ના! મારી ક્યાં લોન પાસ થાય છે!"

હું ઘણો આશ્ચર્યચકિત થાય ગયો અને કહ્યું કે "તો તમે શું કામ આટલા હસો છો?"

એને ઘણા વિનમ્રતાથી મને કહ્યું કે "મને ના પાડવા વારા ની લિસ્ટ માં બીજા ચાર અધિકારીઓ જોડાય ગયા છે. જ્યારે મેં આ બધા ને મેં મારા ધંધા નો વિચાર કહ્યો તો તે મારી સામે હસવા મંડ્યા. અને કહ્યું કે આ વસ્તુ ક્યારે પણ નહિ થાય. અને જયારે હું આ ધંધો કરીશ ત્યારે સાબિત કરી દયસ કે આ અધિકારીઓ પણ ખોટા અને મને ના પાડવા વારા બધા માણસો ખોટા છે."

એટલું કહી ને એ ચાલ્યો ગયો.

ભગવાન ની દયા થી મારી લોન પાસ થઈ ગઈ અને એ પૈસા ની મદદથી હું પણ ઘણો આગળ વધી ગયો.

હું "આયાત-નિકાસ" નો વ્યાપાર કરતો એટલે વિદેશ માં પણ મારા ઘણા કોનટેક્ટ બન્યા.

એક દિવસ એક બહુ મોટી કંપની ની આઈટમ નિકાસ કરવાનું કોન્ટ્રાક્ટ મને મળ્યો. આ બહુ સારી વાત હતી એટલે હું તે કંપની ના મલિક ને ગુલદશતો દેવા માટે પહોંચ્યો. ત્યાં જાયને જોયું તો તે કંપની નો માલિક બીજો કોઈ નહિ પણ પેલો તેજ માણસ હતો કે જેને લોન ના મળવા છતાં પણ હસતો હતો.

તેને મને બહુ આદરથી બોલાવ્યો બેસાડ્યો અને હું પૂછું તેની પેહલા જ કહી દીધું કે આ "એના આત્મવિશ્વાસ નો ફળ છે"

ત્યારે મને એક વાત શીખવા મળી કે અગર જિંદગી માં સફળ થવું હોય તો સૌથી પેહલા બીજા લોકો આપડા વિષે શું કહે છે તેની ઉપર ધ્યાન આપવાની બદલે પોતાના પર ધ્યાન દેવું જોય.અને એવા લોકો ને કરી ને દેખાડવું જોય કે તેઓ ખોટું વિચારે છે.

સફળ થવા માટે "ના" ની દીવાર તોડવી પડે છે.